
જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને રૂરલ વોટર સપ્લાય (જનરલ) ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી કાર્યક્રમ અંતર્ગત જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ (ડી.ડબલ્યૂ.એસ.યુ-વાસ્મો) સમિતિ ગીર સોમનાથ અમલીકરણ બેઠક યોજાઈ હતી. આ મિટિંગમાં કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નળ કનેક્શન, પીવાના પાણીની સમસ્યાઓ અને તેમને નિવારવાની સ્ટ્રેટેજી, મરામત અને નિભાવણી, આંતરિક પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા, વિલેજ રૂરલ વોટર સપ્લાય વગેરેના અમલીકરણ અને સંચાલન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મિટિંગમાં જિલ્લામાં લોક ભાગીદારીનાં ‘ઈન વિલેજ રૂરલ વોટર સપ્લાય ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી’ કાર્યક્રમમાં ગામો જોડાઈને પોતાનાં ગામે પીવાનાં પાણીની હયાત વ્યવસ્થામાં નવીનીકરણ તથા સુધારાવધારા કરવા સુત્રાપાડાના લાટી, તાલાળાના બામણાસા તેમજ ઉનાનાં પાલડી અને ઓલવાણ તેમજ કોડીનારના ગીરદેવળી એમ ૦૫ નવા ગામોની યોજના ફાઈલોને તાંત્રિક મંજૂરીઓ આપવામાં આવેલ.

જ્યારે ગીર સોમનાથ જિલ્લા માટે ‘સ્વજલધારા’ કાર્યક્રમ હેઠળ આજદિન સુધીમાં જિલ્લાના કુલ ૩૮૦ ગામો પૈકી કોડીનારમાં ૬૦, સુત્રાપાડામાં ૪૬, તાલાલામાં ૪૫, વેરાવળમાં ૫૩ તેમજ ઉનાના ૯૨ અને ગીરગઢડાના ૪૫ એમ ૩૪૧ ગામમાં રૂ. ૨૮ કરોડ ૧૬ લાખ ૯૦ હજારની કિંમતની કુલ ૪૦૯ યોજનાઓ મંજૂર થયેલ છે. જેમાંથી ૩૦૫ યોજનાઓ પૂર્ણ થયેલ છે અને ૭૭ યોજનાઓ પ્રગતિ હેઠળ છે તેમજ કેન્દ્ર સરકારના ‘જળ જીવન મિશન’ તળે ‘નલ સે જલ’ કાર્યક્રમ હેઠળ વાસ્મો દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તમામ ગામોમાં ગામ તળના સઘળા ઘરોને નળ જોડાણ વડે આવરી લેવાની સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે.

આ મિટિંગમાં વાસ્મો યુનિટ મેનેજરશ્રી, ડેપ્યુટી મેનેજર શ્રી એમ.બી.બલવા, વાસ્મો અધિકારી કાર્યપાલક ઈજનેર શ્રી વી.વી.કારિયા, ડીસી અલકાબહેન મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એચ.કે.વાજા સહિત સંબંધિત જિલ્લા પંચાયત કર્મચારીશ્રીઓની પણ ઉપસ્થિતિ રહી હતી
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન