Sorath Ni Dharohar

News Channel of India

ઇણાજ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો સાથે સમીક્ષા બેઠક યોજાઈ

ઇણાજ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો સાથે સમીક્ષા બેઠક યોજાઈ

ગીર સોમનાથ કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષતામાં અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર.કે.જાની ઉપસ્થિતિમાં  ઇણાજ જિલ્લા સેવાસદન કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં બુથો અને સરનામા ફેરફાર અંગે માન્ય રાજકીય પક્ષો સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

ઇણાજ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો સાથે સમીક્ષા બેઠક યોજાઈ

આ બેઠકમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અન્વયે મતદાન મથક સુધારા વધારા દરખાસ્ત અન્વયે રજૂ થયેલ મતદાન મથક સુધારા વધારા અંગેની પ્રાથમિક દરખાસ્ત અંગે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના પત્રમાં થઈ આવેલ સૂચનાઓ અન્વયે સાંસદસભ્યશ્રી/ધારાસભ્યશ્રીઓ તથા માન્ય રાજકીય પક્ષોના સલાહ-સૂચનો મેળવવા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત  સુધારા વધારા જેવી પ્રક્રિયા ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબની કાર્યવાહી હાથ ધરવાની થતી હોય જિલ્લાના માન્ય રાજકીય પક્ષો તથા સાંસદ સભ્ય/ધારાસભ્યોશ્રીના પ્રતિનિધિઓ તથા જિલ્લાના તમામ આર.ઓે.શ્રીઓ સાથે મતદાન મથક પુનર્ગઠન અન્વયે જિલ્લામાં સુધારા/વધારા કરવાપાત્ર મતદાન મથકો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ મળેલ વાંધા/સૂચનો અન્વયે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી અને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા.

ઇણાજ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો સાથે સમીક્ષા બેઠક યોજાઈ