
ગૃહ મંત્રી શ્રી અમીતભાઇ શાહ તા. ૧૯ માર્ચ નાં રોજ ગીર-સોમનાથ ખાતે આવનાર છે. જેના આયોજન અંગે કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલનાં અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ઈણાજ ખાતે બેઠક યોજાઈ હતી. ગૃહ મંત્રીશ્રી અમીતભાઇ શાહ ૧૯ માર્ચ ના રોજ સોમનાથ મંદિરમાં દર્શન-પુજન કરશે.
આ બેઠકમા કલેકટરશ્રીએ ગૃહમંત્રીશ્રીની સોમનાથ મુલાકાત દરમિયાન સુચારૂ આયોજન અને વ્યવસ્થા અંગે અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપી હતી.

આ બેઠકમાં અધિક કલેક્ટર શ્રી બી.વી.લીબાંસિયા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.આર.ખેગાર, કાર્યપાલક ઇજનેર માર્ગ-મકાન વિભાગ શ્રી સુનિલ મકવાણા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી