February 23, 2024

ઇણાજ ખાતે કલેક્ટર શ્રી એચ.કે વઢવાણીયાના અધ્યક્ષસ્થાને “સ્વાગત સપ્તાહ”ની ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ

ઇણાજ ખાતે કલેક્ટર શ્રી એચ.કે વઢવાણીયાના અધ્યક્ષસ્થાને “સ્વાગત સપ્તાહ”ની ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ
Views: 606
0 0
Spread the love

Share with:


Read Time:3 Minute, 23 Second

ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત’ના ૨૦ વર્ષ પૂર્ણ થતા એપ્રિલ માસના ચોથા સપ્તાહને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.

       આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓને સ્વાગત સપ્તાહની ઉજવણી અંગે અવગત કરાયા હતા. તેમજ જરૂરી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગ્રામકક્ષાના લોકોના પ્રશ્નોનુ નિરાકરણ ગ્રામકક્ષાએ જ  થાય અને જિલ્લાકક્ષા સુધી આવવુ ના પડે તે હેતુથી તા. ૧૭ એપ્રિલ સુધી ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવામા આવશે. તેમજ તેઓશ્રીએ જિલ્લા અને તાલુકા સ્વાગત  ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકોને લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો. ઉપરાંત પંચાયત વિભાગના સંકલનમાં રહી બાયસેગ સેટકોમ દ્વારા તલાટી ,સરપંચ શ્રી અને ગ્રામ પંચાયત સભ્યોને તાલીમ અને નવા નિમણૂક પામેલા મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યાલય  ખાતેથી તાલીમના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ઇણાજ ખાતે કલેક્ટર શ્રી એચ.કે વઢવાણીયાના અધ્યક્ષસ્થાને “સ્વાગત સપ્તાહ”ની ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ

            આ બેઠકમાં અધિક કલેકટર શ્રી બી.વી.લીંબાસીયા, પ્રાંત અધિકારી શ્રી કે.વી.બાટી, ઉના પ્રાંત અધિકારી શ્રી જવલંત રાવલ, પુરવઠા અધિકારી શ્રી રાહુલ ગમારા, નાયબ કલેકટર શ્રી ભુમીકાબેન વોટલીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર જાની સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અન્ય સબંધિત અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા હતા.        ઉલ્લેખનીય છે કે, “સ્વાગત સપ્તાહ”ની ઉજવણીનો કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત’ની શરૂઆત તા.૨૪/૦૪/૨૦૦૩ થી થયેલ હતી. જેના ૨૦ વર્ષ પૂર્ણ થતા એપ્રિલ માસના ચોથા “સપ્તાહને સ્વાગત” સપ્તાહ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે. લોકાભિમુખ વહિવટની બાબતથી નાગરિકો અવગત થાય અને લાભ મેળવી શકે તે હેતુથી જિલ્લાકક્ષાએ, તાલુકાકક્ષાએ તથા ગ્રામકક્ષાએ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જિલ્લામાં તા ૨૯–એપ્રિલ સુધી સ્વાગત સપ્તાહનો અવેરનેશ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવશે

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author