
આપનાં કાર્યકરો ઉમેદવાર કલાકો સુધી રાહ જોતાં રહ્યાં અચાનક રોડ શો નો ફિયાશકો થયો
ઉના ગીરગઢડા તાલુકાના આપ નાં ગણ્યા ગાંઠ્યા લોકો ઉમેદવાર સાથે રહ્યા
મનુ કવાડ ગીર ગઢડા ઊના
ઉના ગીરગઢડા તાલુકાના આપ નાં ઉમેદવાર નાં સમર્થન માં પંજાબ નાં મુખ્યમંત્રી માન ભાગવત ની રેલી સાથે રોડ શો ની તૈયારી કરવામાં આવી હતી અને ઢોલ ત્રાંસા ડી જે સાથે વાહનો નો કાફલો સવાર થી વડવા ચોક વિસ્તારમાં ગોઠવાય ગયો ગુજરાત પોલીસ સાથે પંજાબ પોલીસ પણ સવારથી બંદોબસ્તમાં વ્યસ્ત થઈ ગઈ
બપોરે ત્રણ વાગ્યે ઉમેદવાર અને તેની સાથે નાં ગણ્યા ગાંઠ્યા લોકો ટેકેદાર વાવટા ઝંડા સાથે આવી ગયાં અને લોકો આપનાં પંજાબ નાં મુખ્યમંત્રી માન ભગત ની ઝલક જોવા રાહ જોતી હતી અને રેલી રોડ શો માં માનવમેદની નહી ભેગી થતાં અચાનક પંજાબ પોલીસ અને આપ પાર્ટીના પચાર વાહનો નો કાફલો ઢોલ ત્રાંસા સાથે ગુપચુપ સંકેલાઈ નિકળી જતાં અને રોડ શો નો ફિયાશકો થતાં ઉમેદવાર અને તેના ટેકેદારો માં ભારે કચવાટ ની સાથે મોઢું છુપાવવું મુશ્કેલ બની ગયું હતું
મુખ્ય મંત્રી નો રોડ શો કેન્સલ થતાં ગણ્યા ગાંઠ્યા લોકો ની સામાન્ય રેલી મોટરસાયકલ દ્વારા વડલા ચોક થી ત્રિકોણ બાગ આંબેડકર પ્રતિમા ને ફુલ હાર કરી વિલા મોઢે રવાનાં થઈ ગઈ હતી આમ મોટાં ઉપાડે રોડ શો કરવા ની આપ ની આશા પર પાણી ફરી વળ્યા છે પંજાબ નાં મુખ્યમંત્રી નાં અંગત રક્ષકો એ સવાર થી બપોર સુધી નો સમગ્ર માહોલ જાતે નિહાળી ને પાર્ટી નાં કાર્યક્રમ અંતર્ગત જાણ કરતાં પ્રચાર માટે ઉના આવવાનું પંજાબ નાં મુખ્યમંત્રી એ ટાળ્યું હતું અને માનભેર બારોબાર નિકળી જતાં આપ નો સાવરણો પણ પ્રચાર ની આવેલી કાફલા નીચે ચુદો થય ગયો હતો
મનુ કવાડ ગીર ગઢડા ઉના
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન