ગુજરાતમાં હાલ નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ખૈલયાઓને બે વર્ષ બાદ ગરબા રમવા મળતા મનભરીને ગરબે ઝુમી રહ્યા છે. ત્યારે નોરતાના બે દિવસમાં ગરબે ઝુમતા બે લોકોના મોત થયા છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક ઘટના રાજકોટમાં બની છે. જ્યારે બીજી ઘટના આણંદમાં બની છે. ગરબે ઝુમી રહેલા યુવાનું અચાનક મોત થતાં લોકોમાં ગમગીની છવાઈ ગઈ છે.

પ્રાપ્ત વિગત અનુસાર, આણંદના તારાપુરમાં શિવ શક્તિ સોસાયટીમાં ગરબાની રમઝટ ચાલી રહી હતી. જેમાં વિરેન્દ્ર રાજપુત નામનો યુવાન પણ ગરબાના તાલે ઝુમી રહ્યો. આ દરમિયાન તે અચાનક જ જમીન પર ઢળી પડ્યો હતો. વિરેન્દ્ર ઢળી પડતા સ્થાનિક લોકો દ્વારા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. પરંતું વિરેન્દ્રનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને હાલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન