
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે વાપીનો એક યુવક દેશભરમાં સાયકલીંગ કરો સ્વસ્થ્ય રહો ના સૂત્ર સાથે ભારત પ્રવાસે નીકળ્યો હતો. આ યુવાન પરમવીર વાપીથી માર્ચના છેલ્લા અઠવાડિયે નીકળ્યો હતો. જે 46 દિવસે દીવ પહોંચ્યો હતો. તે દીવના પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. દીવ ચક્રતીર્થ બીચ ખાતે પહોંચતા તેના વિશે તથા તેના ઉદ્દેશ્ય વિશે જાણકારી મેળવી હતી.

તેણે જણાવ્યું હતું કે, આજના યુગમાં લોકો સાયકલને ભૂલીને વધારે બાઈકનો ઉપયોગ કરી રહ્યા છે. તો ઘણાને સાયકલ ચલાવવામા શરમ આવે પરંતુ સાયકલ ચલાવવું હંમેશા ફાયદાકારક છે. તેથી લોકો વધુને વધુ સાયકલ ચલાવે તેવો સંદેશ હું દરેક ગામે ગામ જઈને આપું છું. તે સાયકલ લઈને પ્રવાસે નિકળ્યો છે. તેણે સાયકલ પણ જાતે બનાવી છે. આ સાયકલ નવ ફુટ લાંબી બનાવવામાં આવી છે.જેમાં તે ખાણી પીણી સહિતના સામાન સાથે લઈને ફરે છે. આ સાયકલ લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે. લોકો તેની સાયકલ વિશે પૂછતાછ કરી માહિતી મેળવી રહ્યાં છે. આ રીતે હજી તે પૂરા ભારતમાં આ સંદેશો ફેલાવવા સાયકલીંગ કરશે. તેને આશરે આ સાયકલ પ્રવાસ પૂર્ણ થતાં ત્રણ વર્ષથી વધુ સમય લાગશે તેવું જણાવ્યું હતું.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન