
આગાખાન સાહેબે કહ્યું છે કે, જીવન એ મહાન અને ઉમદા આત્મ સમર્પણનો ઈશ્વરીય આદેશ છે, એ કાંઈ ગમે તેમ જીવી નાંખવા જેવી અધમ અને પામર વસ્તુ નહીં, કિંતુ ઊચ્ચ અને ભવ્ય નિર્માણ છે. આગાખાનનાં આ વિચારો અને માર્ગદર્શનને અનુસરીને ઉના ઈસ્માઈલી ખોજા સમાજ દ્વારા સમાજ કલ્યાણ પ્રવૃત્તિને આગળ વધારવા હેતું સાથે ગોલ્ડન જયુબિલી હાઉસિંગ સોસાયટીના કોમ્યુનિટી હોલમાં ખોજા સમાજનાં અગ્રણીઓ, યુવાનો અને વોલન્ટીયરની ટીમ દ્વારા બલ્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં મોટીસંખ્યામાં ખોજા સમાજનાં ભાઈ-બહેનોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને બ્લડ ડોનેટ કરીને આગાખાન સાહેબનાં 86માં જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરનારા તમામ લોકોને મોમેનટો અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યમાં વસ્તા તમામ તાલુકા શહેરમાં આજે આગાખાનની 86મી જન્મ દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ અને તેમાં સેંકડો બોટલ બ્લડ ડોનેટ કરીને જેતે તાલુકાની બ્લડ બેંકને આ બ્લડ ડોનેશન કરીને માનવ જિંદગી બચાવવા ઉત્તર સેવાનું કાર્ય કર્યું હતું. ઈસ્માઈલી ખોજા સમાજનાં ધર્મ ગુરૂ માટે સમાજના અગ્રણી, આગેવાનો, યુવાનો, બહેનોએ પોતાની યથાશક્તિ દાન કરી હતી. આ આ કેમ્પમાં તમામ સમાજ દ્વારા ભાગ લઈ બ્લડ ડોનેટ કર્યું હતુ જેમાં 100 જેટલી બોટલ બ્લડ એકત્ર થયું હતું.
આ કેમ્પમાં વેપારી અગ્રણી અબાસભાઈ સુમરાણી, સંજયભાઈ મિસ્ત્રી, ભવ્યભાઈ પોપટ, ઉના ધારાસભ્યનાં પુત્ર વિજયભાઈ રાઠોડ, ચંદ્રેશભાઇ જોશી, દીપકભાઈ, બાબુભાઈ ડાભી, સીલોજનાં સરપંચ ભીમાભાઇ, ડેશરનાં સરપંચ ભરતભાઈ શિગડ, ડીવાઈન સ્કૂલનાં પ્રિન્સીપાલ વિહારભાઈ સહિતના તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતાં. આ તકે તમામ અગ્રણી આગેવાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત સાથે ઈસ્માઈલી ખોજા સમાજનાં અગ્રણી આગેવાનોએ સ્વાગત કર્યું હતું. સુંદર વ્યવસ્થા અને આયોજન કરી પ્રથમ વખતે યોજાયેલ આ કેમ્પમાં ઈસ્માઈલી ખોજા કાઉનસીલરનાં માર્ગદર્શન હેઠળ યુવાનો આ કેમ્પ સફળ બનાવેલ હતો.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી