
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાળિયા માંડવી ગામ માં આવેલ અહેમદપુર માંડવી બીચ નહીં બ્લુ ફ્લેગ બીચ ઇન્ટરનેશનલ લેવલનો બીચ બનાવવા માટે થઈ ગાંધીનગર થી પૂજાબેન ઝા ,તેમજ દિલ્હીથી સંજય ઝાલા અને નાળિયા માંડવી ગામના સરપંચ પ્રતિનિધિ રફિકભાઈ સુમરા તેમજ સમુદ્ર સેવા ટ્રસ્ટના પ્રમુખ ગોસ્વામી ધર્મેન્દ્ર ઓશિયન કન્ઝર્વેશન ડોલ્ફિન તેમજ વોટર સપોર્ટ ના માલિક તેમજ ગ્રામ પંચાયતના સમાજસેવકો અને આગેવાનોએ સાથે રહી આ બ્લુ ફ્લેગ બીજ ની ઇન્ટરનેશનલ લેવલની મીટીંગ નું આયોજન કરાયું હતું.

બહારથી દેશ વિદેશના સહેલાણીઓની આકર્ષવા તેમજ આજુબાજુના વિસ્તારને રોજી રોટી અને કામગીરી મળી રહે તે માટે થઈ ભારત સરકાર અને ગુજરાત સરકાર ડબલ એન્જિન સરકાર દ્વારા આ અહેમદપુર માંડવી બીચ પર ટુરિઝમને પ્રવાસન ને આકર્ષવા માટે થઈ ખૂબ જ સુંદર અને ઇન્ટરનેશનલ લેવલનો બીચ બનાવવા માટે આયોજન કરવામાં આવેલું હતું.
ગુજરાતમાં આવેલ દ્વારીકા જિલ્લાના શિવરાજપુર બીચ ઉપર પણ બ્લુ ફ્લેગ બીચ સર્ટિફિકેટ વાળો બીચ જાહેર કરેલો છે આમ કુલ મળીને દસ દરિયા કિનારા ભારત દેશની અંદર બ્લુ ફ્લેટ સર્ટિફિકેશન વાળા અને ઇન્ટરનેશનલ લેવલ વાળા તૈયાર થશે જેમાં બે દરિયા કિનારા ગુજરાત રાજ્યને મળશે.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના 1600 કીમી દરિયાકિનારા માં શિવરાજ પુર બીચ અને નાળિયા માંડવી ગામના અહેમદપુર માંડવી બીચને વિકસાવવામાં આવશે.
- ડેનમાર્કની કંપની 33 કન્ડિશન પાસ કરી બ્લુફેગનું સર્ટિ. આપે છે
- ન્હાવાથી કોઇ રોગ કે ઇન્ફેક્શન થતું નથી ને તેમને લઇ પાણીની તપાસ કરાઇ
- વિદેશીઓ સર્ટિફિકેટ જોઇને જ કયાં બિચ પર જવું તેની પસંદગી કરે છે
- બિચ આસપાસનાં વિસ્તારનાં જમીનનાં ભાવ ઉંચકી શકે અને રોજગારીની તક પણ મળે શકે છે
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન