
ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર આજે અરુણાચલ પ્રદેશમાં ક્રેશ થયું છે. આ અકસ્માત સવારે 10.43 કલાકે થયો હતો. તે એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર હતું. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે આ હેલિકોપ્ટર અકસ્માત અરુણાચલ પ્રદેશના સિસિંગ ગામ પાસે થયો હતો. આ મહિનામાં અરુણાચલ પ્રદેશમાં બીજુ હેલિકોપ્ટર ક્રેશ થયું છે.
અરુણાચલ પ્રદેશમાં જે સ્થળ પર અકસ્માત થયું છે ત્યાં સુધી પહોંચવા માટે કોઈ રસ્તો નથી. સેના તરફથી કહેવામાં આવ્યું છે કે રેસ્ક્યૂ ટીમને દુર્ઘટના સ્થળ પર મોકલવામાં આવી છે. આ ઘટના ટુટિંગ હેડક્વાર્ટરથી 25 કિમી દૂર ‘એડવાન્સ્ડ લાઇટ આર્મી હેલિકોપ્ટર’ સાથે બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર હેલિકોપ્ટરમાં સેનાના બે જવાનો હાજર હતા. આ હેલિકોપ્ટર રાજ્ય બહારથી આવી રહ્યું હતું. આ દરમિયાન તે અકસ્માતનો શિકાર બન્યો હતો.
અરુણાચલ પ્રદેશમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની આ પહેલી ઘટના નથી. આ મહિને 5 ઓક્ટોબરે તવાંગ વિસ્તારમાં સેનાનું અન્ય એક હેલિકોપ્ટર ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું. અરુણાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હેલિકોપ્ટર અકસ્માતમાં વધારો થયો છે. એક માહિતી અનુસાર અરુણાચલ પ્રદેશમાં 2010થી અત્યાર સુધીમાં લગભગ 6 હેલિકોપ્ટર અકસ્માતમાં 40 લોકોના મોત થયા છે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન