
ઉના શહેરનાં ત્રિકોણબાગ પાસે આવેલા રાવણાવાડીમાં પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડની આગેવાની હેઠળ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉનામાં કાર્યકર્તા મહાસંમેલન તથા રૂદ્દાક્ષ સીનેમાના ઉદ્ધાટન માટે ભવ્ય કાર્યક્રમમાં યોજાયો હતો. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું ભારતીય જનતા પાર્ટી દ્રારા ફુલોની વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને બુથના પ્રમુખ અને કાર્યકરો સહિતના ઉના શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. આ કાર્યક્રમ દરમિયાન સીઆર પાટીલે કેટલાક આક્રામક પ્રહાર કોંગ્રેસ પર કર્યા હતા. તેમણે કહ્યું કે, રસી મફત આપો, આ મફત આપો વગેરે વાતો કરતી હતી કોંગ્રેસ. કોંગ્રેસના વડાપ્રધાન મનમોહનસિંહ જો હોત તો હજુ પણ દસ વર્ષ રસી શોધવામાં જતા રહ્યા હોત.
પ્રદેશ અધ્યક્ષ સીર આર પાટીલે સભાને સંબોધનતા જણાવ્યું હતું કે 2017માં કોંગ્રેસવાળા એવું કહેતા હતા કે વિકાસ ગાંડો થયો છે. પરંતુ મને એવું લાગે છે કોંગ્રેસ ગાંડી થઈ છે. પહેલા એવું કહેતા હતા કે ભાજપ સરકાર રિમોટ કંટ્રોલથી ચાલે છે પરંતુ આજે સોનિયા ગાંધીનું રિમોટ કંટ્રોલ ભાગી ગયું છે. કોંગ્રેસના પપ્પુ જે વિસ્તારમાં જાય છે ત્યાં કોંગ્રેસ હારે છે પણ અત્યારે એવું છે કે પપ્પુ નહીં જાય તો પણ કોંગ્રેસ હારશે. ગુજરાતમાંથી 27 વર્ષેથી કોંગ્રેસને જાકારો મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મેનીફેસટોમાં આપેલા તમામ વચનો પુર્ણ કર્યા છે. કોંગ્રેસનું કામ કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના. કોંગ્રેસ મોટી મોટી લોભામણી જાહેરાતો કરે છે પરંતુ કે જાહેરાતો પુરી થઈ શકતી નથી.
કોરોનામાં અમેરિકા પાસે પણ વેક્સીન ન હતી ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટુંક સમયમાં રસી શોધી તમામને રસી આપવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે કોંગ્રેસના વડાપ્રધાન મનમોહનસિંહ હોત તો હજુ પણ 10 વર્ષ જેટલો સમય રસી શોધવામાં જતો રહ્યો હોત. પરંતુ આપો તો મફત વેકશીન આપો, આપો તો રેશનીંગમાં અનાજ મફત આપો… ભારતીય જનતા પાર્ટીના શબ્દો પર લોકોને વિશ્વાસ છે. ઉના કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ પર પ્રહાર કરતા પાટીલએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 25 વર્ષથી ચૂંટણી જીતતા આવ્યા છે પણ આ વખતે તેઓને આરામ કરવાની ઉંમર હોય છતાં પણ તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. તેમજ તેમના પુત્ર જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા ત્યારે હાર થઈ હતી.
દ્વારકામાં ડીમોલેશન બાબતે સંબોધન કરતા જણાવાયું હતુ કે ભાજપ સરકાર દ્વારા દ્વારકામાં મોટું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અનેક વિસ્તારોમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. તેમજ વધુમાં જણાવ્યું હતું કે દ્વારકા કૃષ્ણની નગરી છે તેમાં બીજુ કંઈ ન હોય તેમજ સી આર પાટીલે સરકાર તંત્ર અને સોશિયલ મીડિયામાં લોકોનો આભાર માન્યો હતો.
વધુમાં જણાવ્યું કે ભાજપનો દરેક કાર્યકર ભાજપનું ર્હદય છે. આ સંમેલનમાં ભાજપ પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, રાજ્ય પ્રદેશ આગ્રણી હુંબલ પૂર્વ પ્રમુખ ઝવેરી ઠકકરાર, જિલ્લા પ્રમુખ રામીબેન, નગર પાલિકા પ્રમુખ જલ્પાબેન, નગરપાલિકા કાઉન્સિલર, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, ગામ પંચાયત સરપંચ સદસ્ય, સંગઠન હોદેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન