February 23, 2024

અમદાવાદના કલાકાર શ્રી સલીમ શેખની ૩,૨૦૦ ખીલીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ કલાકૃતિ ‘વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી’ એ આકર્ષણ જમાવ્યું

અમદાવાદના કલાકાર શ્રી સલીમ શેખની ૩,૨૦૦ ખીલીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ કલાકૃતિ ‘વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી’ એ આકર્ષણ જમાવ્યું
Views: 869
0 0
Spread the love

Share with:


Read Time:2 Minute, 9 Second

 સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ફક્ત બે પ્રદેશોના બાંધવોનો જ સંગમ નથી પરંતુ બે પ્રદેશોની કલા અને સંસ્કૃતિનો પણ અનોખો સંગમ છે. સોમનાથ સાગર દર્શનના પથિકા પરિસરમાં યોજાઈ રહેલા ઉત્સવમાં ગુજરાત અને તમિલનાડુના ૬૫ કલાકારો-કારીગરોની કલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ શરુ રહ્યું છે. આ પ્રદર્શનમાં અમદાવાદના કલાકાર શ્રી સલીમ શેખે ૩,૨૦૦ ખીલીઓમાંથી તૈયાર કરેલી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની છબીએ ભારે આકર્ષણ જમાવ્યું છે. પેન્સિલ અને દિવાસળીની કલાકૃતિ તૈયાર કરવાં માટે જાણીતા શ્રી સલીમ ભાઈ શેખે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આબેહૂબ કલાકૃતિ તૈયાર કરી છે.

    તેમણે જણાવ્યુ કે, મેં ક્યાંયથી પણ કલાની તાલીમ મેળવી નથી. હું જાતે જ અવનવી કલાકૃતિઓ બનાવું છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આ કૃતિ તૈયાર કરતા મને ૨૨ દિવસ જેટલો સમય થયો હતો. આ કૃતિ દ્વારા હું મારી કલા તેમને સમર્પિત કરુ છું.’

અમદાવાદના કલાકાર શ્રી સલીમ શેખની ૩,૨૦૦ ખીલીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ કલાકૃતિ ‘વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી’ એ આકર્ષણ જમાવ્યું

   શ્રી સલીમ ભાઈ શેખે પેન્સિલમાં કોતરણી કરીને બિલોરી કાચમાંથી જ જોઈ શકાય તેવી લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની છબી પણ તૈયાર કરી છે, જે આ પ્રદર્શનમાં નિહાળી શકાય છે. અહીં આવતા મુલાકાતીઓમાં આ કૃતિ સાથે સેલ્ફી લેવાનું આકર્ષણ જોવાં મળી રહ્યું છે. અત્યાર સુધીમાં કાર્યક્રમમાં પધારેલા સર્વે મંત્રીશ્રીઓ  અને મહાનુભાવો દ્વારા પણ આ કૃતિમાં હસ્તાક્ષર કરી કલાના સાધક શ્રી સલીમ ભાઈની કલાને બિરદાવવામાં આવી છે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author