
ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાના મતદાનને હવે ગણતતરીના કલાકો બાકી છે. ગઈકાલ સાંજથી ચૂંટણી પ્રચારના પડધમ શાંત થઈ ગયા છે. પરંતુ રાજકીય માહોલ શાંત થવાનું નામ નથી લઈ રહ્યુ. અમદાવાદમાં ગઈકાલે રાત્રે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો સામેસામે આવી જતા ચકમક ઝરી હતી. ઠક્કરબાપાનગર (Thakkarbapanagar) વિસ્તારમાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી.
અમદાવાદના ઠક્કરબાપા નગર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવારને(AAP Candidate)માર માર્યાનો આક્ષેપ આપ દ્વારા કરવામાં આવ્યો છે. આપના ઉમેદવાર સંજય મોરીને ભાજપના લોકોએ માર માર્યો હોવાનો આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવને પગલે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આપના કાર્યકરો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યારે આપના ઈજાગ્રસ્ત ઉમેદવારોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અમદાવાદમાં ઠક્કરબાપાનગર વિધાનસભાના હીરાવાડી વિસ્તારમાં શુભ સાગર પેલેસ નામની સોસાયટી પાસે આમ આદમી પાર્ટીના ઠક્કરબાપા નગર વિધાનસભાના ઉમેદવાર સંજય મોરી પર હુમલો થયો હોવાની જાણકારી સામે આવી છે. આપના હોદ્દેદાર ભાવેશ કાકડીયાના જણાવ્યા મુજબ ગઈકાલ રાત્રીના સમયે ઠક્કરબાપાનગર વિધાનસભાના હીરાવાડી વિસ્તારમાં સેતુબંધ સોસાયટીમાં આપના ઉમેદવાર સંજય મોરીને એક મીટીંગ માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ભાજપના કાર્યકરોએ સંજય મોરી પર હુમલો કર્યો હતો. સંજય મોરીને મારમારવામાં આવતા ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ બાદ મોટી સંખ્યામાં આપના કાર્યકરો પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ લેવાના બદલે સાદી અરજી લીધી હોવાનો આરોપ સામે આવી રહ્યો છે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી