
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. દરેક પક્ષો દ્વારા એક બીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. જેમાં આમ આદમી પાર્ટી પણ આ વખતની ચૂંટણીમાં અગત્યની ભૂમિકા ભજવશે તેવું ગુજરાતનાં રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી સત્તા પક્ષ ભાજપ ઉપર પ્રહારો કરી રહ્યા છે.
બે દિવસ અગાઉ વાંસદના ધારાસભ્ય અનંત પટેલ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેને કોંગ્રેસ દ્વારા ભાજપ પ્રેરિત કાવતરું ગણાવવામાં આવ્યું હતું. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનંત પટેલ ઉપર થયેલા હુમલામાં જો સરકાર 72 કલાકમાં પગલાં નહીં લે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
પત્રકાર પરિષદમાં ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદમાં અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે, “ગુજરાતમાં ભાજપ પ્રેરિત ગુંડારાજ ચાલે છે, કાયદો અને વ્યવસ્થાની કોઈ વ્યવસ્થા નથી. તાજેતરમાં દક્ષિણ ગુજરાતનાં યુવા ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલામાં ભાજપના કાર્યકર્તાઓ સામેલ હતા. આ હુમલો આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટે કરવામાં આવ્યો હતો. આદિવાસી લોકોની જળ, જંગલ, જમીન લેવા હુમલો થયો. દક્ષિણ ગુજરાતનાં યુવાનોનો આક્ષેપ છે કે સી. આર. પાટીલની દેખરેખ હેઠળ હુમલો થયો છે. આદિવાસી પ્રશ્નોને લઇ વિરોધ કરતા દરેક આદિવાસી યુવાનો પર હુમલા કરવામાં આવ્યા છે. ધરમપુર અને વલસાડ સહીતના તાલુકામાં પોલીસની હાજરીમાં માર મારવામાં આવ્યા. જ્યારે ગુહ મંત્રી અમિત શાહ મુલાકાત કરવાનાં છે તે પહેલા ડરનો માહોલ ઉભો કરવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે. જો આરોપી 72 કલાકમાં નહીં પકડાય તો ગુહ મંત્રીના કાર્યકમમાં આદિવાસી યુવાનો ન્યાયની માગણી કરવા જશે. જો આવનારા દિવસોમાં કોઈ નિર્ણય નહિ થાય તો આદિવાસી લોકો રોડ રસ્તા પર ઉતરી વિરોધ કરશે.”
ગુજરાત વિધાસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યુ હતું કે, “બે દિવસ પહેલા દક્ષીણ ગુજરાતના સાથી, આદિવાસી સેલના પ્રમુખ, તાપી રિવર લિંક યોજના બંધ કરવાનાં અગ્રણી એવા ધારાસભ્ય અનંત પટેલ થયેલો હુમલો ભાજપ પ્રેરિત હતો, આ ઘટનાને કોંગ્રેસ સમિતિ વખોળે છે. ગઈકાલે કોંગ્રેસના પ્રતિનિધિઓએ આ ઘટનાની મુલાકાત લીધી હતી. ઘટનાનને આદિવાસી સમાજ વખોળે છે, સમાજમાં રોષનો માહોલ છે કોઈ અઘટિત ઘટના ન બને માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આરોપીને તાત્કાલિક પકડવામાં આવે નહીં તો માહોલ બગડી શકે તેમ છે.”
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી